NIOS RC Gandhinagar

એન.આઇ.ઓ.એસ.ના ક્ષેત્રીય કેન્દ્ર ગાંધીનગરમાં આપનું સ્વાગત છે. ઓકટોબરની પરીક્ષાઓની તારીખો જાહેર થઇ ગયેલ છે.  

સુસ્વાગતમ!!


ક્ષેત્રીય કેન્દ્ર ગાંઘીનગર એ એન.આઇ.ઓ.એસ.ના ક્ષેત્રીય  કેન્દ્રોમાંનુ એક છે જે ગુજરાતની જનતાને અસરકારક શૈક્ષણિક સેવા પૂરી પાડવા સ્થાપિત કરવામાં આવ્યું છે. ૦૮-૦૪-ર૦૧૧ ના રોજ શરૂ થયેલ આ ક્ષેત્રીય કેન્દ્ર હેઠળ શૈક્ષણિક અને રોજગારલક્ષી શિક્ષણક્ષેત્રોમાં કુલ ર૯ અધ્યયન કેન્દ્રો છે જે ગુજરાતના દરેક જિલ્લાઓમાં કાર્યરત છે. ક્ષેત્રીયકેન્દ્રના મુખ્ય કાર્યોમાં મુકત શાળાશિક્ષણનો પ્રચાર-પ્રોત્સાહન‚ પ્રવેશ‚ વિધાર્થીઓને અભ્યાસમાં  મદદ‚ તેમની પરીક્ષા‚ ગુજરાતી ભાષામાં પાઠય સામગ્રી તૈયાર કરવી વગેરેનો સમાવેશ થાય છે.

આ સંસ્થામાં પ્રાથમિક‚માધ્યમિક‚ઉચ્ચતર માધ્યમિક અને રોજગારલક્ષી શિક્ષણના ક્ષેત્રોમાં પ્રવેશ આપવામાં આવે છે.આ અભ્યાસક્રમો ગુજરાતી‚ હિન્દી‚ ઉદુ‚અને અંગ્રેજી માધ્યમમાં ઉપલબ્ઘ છે. આ અભ્યાસક્રમોનું શિક્ષણ વિધાથીર્ઓને મુકત અને દૂરવર્તી શિક્ષણપધ્ધતિ દ્વારા આપવામાં આવે છે.વિધાથીર્ઓને મદદરૂપ થવા આ પ્રણાલીમાં ઘણીબઘી સુવિધાઓ ઉપલબ્ઘ છે. જેવી કે કોઈ મહતમ ઉંમર નહી‚ વિષય અને માધ્યમની પસંદગી‚પરીક્ષાની પસંદગી‚માંગ પર પરીક્ષા‚ર૪*૭ ઓનલાઈનપ્રવેશ‚ ક્રેડિટની ફેરબદલી‚ વધારાના વિષયો  લેવા વગેરે.

એન.આઈ.ઓ.એસ. ભારત સરકાર દ્વારા સ્થાપવામાં આવેલ રાષ્ટ્રીય શિક્ષણ બોર્ડ છે. અને એન.આઈ.ઓ.એસ. દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર નોકરી અને આગળ શિક્ષણ લેવા માટે માન્ય છે.